ખોટા ખાણીપીણી અને અશુધ્ધ પાણીને લીધેથી વ્યક્તિને કિડનીની સમસ્યા ઉદભવે છે. આ સમસ્યામાં કિડનીની અંદર નાના-નાના પથ્થર બને છે. અને તેથી જ વ્યક્તિને અછણક અસહ્ય દુઃખાવો થવા લાગે છે અને ક્યારેક ક્યારેક તો પથરી મૂત્રનળીમાં પણ આવી જાય છે, ત્યારે વ્યક્તિને દુઃખાવો વધે છે.
પથરી થવાના કારણો
ખરાબ જીવનશૈલી, પાણીની ઉણપ, શારીરીક ક્રિયાઓનો અભાવ, વધારે પ્રમાણમાં ચા,કોફી અને તીખું, તળેલી અને મીઠી વસ્તુ ખાવાથી, શારીરિક ક્રિયાઓ મોડી કરવાથી, પાણી ઓછું પીવાથી, મૂત્રમાર્ગમાં ચેપ લાગવાથી, મૂત્રમાર્ગમાં અવરોધ ઉભો થવાથી, ખોરાકમાં વિટામીન સી અને કેલ્સીયમના વધુ પ્રમાણથી, ખાવામાં મીઠું વધારે લેવાથી, વારસાગત પથરી હોવાથી, માંસાહારી અને વધુ પ્રોટીન ધરાવતો ખોરાક ખાવાથી, ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી, લાંબા સમય પથારી વશ રહેવાથી પથરી થાય છે.
પથરી ના લક્ષણો
નાભિમાં, મુત્રવાહિનીની નસોમાં અને પેટમાં ખુબ વેદના થાય, ઉબકા-ઉલ્ટી થાય, ભૂખ મરી જાય, પેટ, પડખા અને પેડુમાં દુખાવો થાય, કમર દુખે, પરસેવો થાય, તાવ આવે, પેશાબ અટકી જાય, મૂત્રમાં લોહી વહે, વારંવાર મૂત્રની ઈચ્છા પણ મૂત્ર નહી આવવું, પેશાબ વખતે દુખાવો થાય, પેશાબની માત્રામાં વધારો થાય, ઘેરા રંગનું પ્રવાહી નીકળે, પેશાબ કરવામાં બળ કરવું પડે, મૂત્ર માર્ગમાં સોજો આવી જાય, નબળાઈ અનુભવાય, થાક લાગે, ચક્કર આવે,ચામડીમાં ખંજવાળ આવે, હાંફ ચડી જાય, ઝાડા કે કબજિયાત થાય, પેશાબ વખતે બળતરા થાય વગેરે પથરીના રોગના લક્ષણો છે.
જાંબુડા ના બીજ અને તેના ફાયદા
પથરીમાં જાંબુડા બીજખુબ જ ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર જાંબુડા ના બીજમાં વિટામિન-એ હોય છે, આ શરીરમાં વિટામિન-A ની પૂર્તિ કરીને, પથરીને રોકવામાં મદદ મળે છે. તે એકદમ જાંબલી રંગના હોય છે. તેનો પાવડર બનાવીને દર્દીને દેવામાં આવે છે.

જાંબુડા ના બીજનું સેવન કરવાથી પથરી ટૂટીને નાની થઈ જાય છે, જેથી પથરી સરળતાથી મૂત્રમાર્ગ દ્વારા યુરીનના રસ્તાથી બહાર નીકળી જાય છે. જાંબુડા માં મૂત્રવર્ધક ગુણ હોવાના કારણે તેના સેવનથી યુરીનની માત્રા અને ગતિ વધી જાય છે, જેથી પથરીના કણ પર વધારે દબાણ પડે છે અને દબાણ વધારે પડવાના કારણે તે નીચેની તરફ ખેંચાઈને બહાર નીકળી જાય છે. તો હવે જાણીએ કે કેવી રીતે જાંબુડા નુ સેવન કરવું જોઈએ.
જાંબુડા નો પાવડર બનાવા માટે
જાંબુડા ના બીજને 250 ગ્રામની માત્રામાં લો અને તેને સારી રીતે સાફ કરો અને તેને સુકાવા માટે તડકામાં રાખી દો. સુકાય ગયા બાદ તેને મિક્ષરમાં એકદમ બારીક પાવડર બનાવો. પછી તેને એક ડબ્બામાં ભરી લો. તમે તમારા સ્વાદ મુજબ સિંધવ મીઠું અને જીરું પણ ઉમેરી શકો છો.રોજે સવારે પાણીમાં એક ચમચી મિક્સ કરીને ખાલી પેટે પણ લઈ શકો છો.
નોંધ
આ માહિતી ખાલી તમારી જાણકારી માટે આપવામા આવે છે, ઉપયોગ કરતા પહેલા કોઈ ડોક્ટર ની સલાહ લેવી ખુબજ જરૂરી છે.