sardarpatel - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧

સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧

સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ  ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમ છતાં વલ્લભભાઈ નો ઉછેર તેમના મોસાળના ગામ કરમસદ માં થયો હતો જે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદથી લગભગ ૩ માઈલના અંતરે આવેલું  છે. વલ્લભભાઈના પિતાજી એક દેશભક્ત અને સાહસિક માણસ હતા.તેમણે ૧૮૫૭ ના બળવામાં ભાગ લીધો હતો અને એમ જાણવામાં આવ્યું હતું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની લશ્કરી ટુકડીમાં જોડાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં તેમને ઈંદોરના હોલ્કરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમની માતા લાડબાઈ ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેમ છતાં તેમનો ધાર્મિકતા તેમની ઘરની જવાબદારીઓમાં દખલ દેતી ન હતી. જવેરભાઈને સોમાભાઈ, નરસીભાઇ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ એમ પાંચ સંતાનો હતા તેમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પાછળના વર્ષોમાં પ્રખ્યાત થયા હતા. વલ્લભભાઈએ ૧૮૯૭માં ૨૨ વર્ષની ઉંમરે નડિયાદમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઘણી નાની ઉંમરે થી જ વલ્લભભાઈએ વિદ્યાર્થી તરીકેની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ દર્શાવી હતી. મેટ્રિકયુલેશન પછી યુવાન પટેલે પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈના પગલે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પાછળથી તેઓ લંડનની મીડલ ટેમ્પલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને એક બેરિસ્ટર બન્યા હતા. વલ્લભભાઈના લગ્ન ઝવેરબા જેઓ ઝવેરબાઈ ના નામે પણ ઓળખાતા હતા તેમની સાથે થયા અને તેમને બે સંતાનો થયા જેમાંથી પહેલા મણીબેનનો જન્મ ૧૯૦૪ માં થયો અને ત્યાર પછી ડાહ્યાભાઈનો જન્મ વર્ષ ૧૯૦૬ માં થયો હતો. 

SAVE 20220429 165059 - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧
વકિલાત સમય ની તસવીર

સરદાર પટેલે એક વકીલ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ વર્ષ ૧૯૦૦ માં ગોધરામાંથી શરુ કરી હતી. ટૂંક સમયમાં જ વલ્લભભાઈ પટેલે પોતાને એક કાબેલ અને સક્ષમ ફોજદારી વકીલ તરીકે પ્રસ્થાપિત કરી લીધા. સરદાર પટેલ એક પ્રખર વકીલ હતા જે એક પ્રસંગ પરથી જણાશે કે જેમાં પટેલ એક સાક્ષીની ઉલટ-તપાસ ચલાવી રહ્યા હતા અને તે વખતે તેમને પોતાની પત્નીના અવસાનના દુ:ખદ ખબર મળ્યા પરંતુ જ્યાં સુધી તે કેસની કાર્યવાહી પુરી ન થઇ ત્યાં સુધી તેઓએ પોતાની તપાસ ચાલુ જ રાખી. તેમને એક બૅરિસ્ટર બનવું હતું તેથી સરદાર પટેલ વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જેનો  અભ્યાસક્રમ ૩૬ મહિનાનો હતો તે તેમણે ફક્ત ૩૦ મહિનામાં જ પૂરો કર્યો હતો.

news 4 - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧
ગાંધીજી સાથે

સરદાર પટેલ બિહારના ચંપારણ ગામમાં ગાંધીએ કરેલા કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા કે જ્યાં ગાંધી એ કચડાયેલા અને દબાયેલા ખેડૂતો માટે એક સત્યાગ્રહ આયોજિત કર્યો હતો કે જેમની પાસે બળજબરીથી ગળીનો પાક લેવડાવવામાં આવતો હતો અને તે પાકને પાછળથી તેમની પાસેથી જ અત્યંત ઓછી કિંમતે ખરીદવામાં આવતો હતો. ગ્રામજનોને પણ જમીનદારો પાસેથી ખૂબ ઓછું વળતર મળતું હતું અને દુષ્કાળ હોવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા કર વધારો નાખવામાં આવવાથી ખેડૂતોની દુ:ખદ યાતનાઓમાં વધારો થયો હતો. ગાંધીએ બ્રિટિશરો દ્વારા ટેકો મેળવતાં જમીનદારો સામે વિરોધ નોંધવા હડતાલ નું આયોજન કર્યું અને આખરમાં બ્રિટિશરોને ગાંધી દ્વારા મુકવામાં આવેલી શરતો મંજુર કરવા સંમતિ આપવી પડી. આ સત્યાગ્રહની સરદાર પટેલના મનમાં ગહન અસર પડી અને તેમણે ગાંધીને પોતાના માર્ગદર્શક, ફિલસૂફ અને મિત્ર તરીકે સ્વીકાર્યા. આ પ્રેરણાનું એક ઉદાહરણ આપણને સરદારે વર્ષ ૧૯૧૭ માં બોરસદમાં આપેલા એક ભાષણમાંથી દેખાશે જેમાં તેમણે  ગાંધીની બ્રિટિશ પાસેથી ‘સ્વરાજ’ (સ્વ નિયમ) ની માંગણીની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.સરદાર જેઓ ગુજરાત સભાની કારોબારી સમિતિના સચિવ હતા તેઓ હવે વેઠ પ્રથા વિરુદ્ધ લડતા હતા અને ખેડા જિલ્લામાં ફાટી નીકળેલા પ્લેગ અને ભૂખમરાની પરિસ્થતિને પહોંચી વળવા રાહત કાર્યોનું આયોજન કરતા હતા. ગાંધી જયારે ચંપારણમાં વ્યસ્ત હતા ત્યારે તેમને ખેડા જિલ્લાના ખેડૂતોની ચળવળની આગેવાની કરે તેવા એક ગુજરાતી કાર્યકરની જરૂર હતી અને તે માટે સરદાર પટેલ સ્વેચ્છાએથી આગળ આવ્યા. આમ આવી હતી સરદાર ઉપર ગાંધીના કાર્યની અસર. 

SAVE 20220429 165252 - સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧
સત્યાગ્રહ સમય ની તસવીર

“વલ્લભભાઈએ નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી ના સહયોગ સાથે ખેડા જિલ્લાના ગામવાસીઓને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. પરંતુ જયારે બળવો શરુ થયો અને ઝડપથી તેને સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી ત્યારે બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા અને અંતે તેના પરિણામ સ્વરૂપે સરદાર પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા. આ ઉપરાંત સરદાર પટેલે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદમાં ધરખમ સુધારાઓ થયા. ૧૯૨૩માં સરદાર પટેલે ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની પણ કરી હતી.બોરસદ તાલુકામાં સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પટેલે પોતાનો અવાજ ઊંચો કર્યો અને તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી. ૧૯૨૮ માં સરદારે પોતાનું ધ્યાન બારડોલી તરફ વળ્યું જ્યાં કપરો દુષ્કાળ પડ્યો હોવાથી તકલીફો વધી હોવા છતાં  ભારે કર વધારો કરવામાં આવ્યો હતો અને આમ પણ એ સમયે  કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર કરવા એક ચળવળ ચાલુ કરવામાં આવી હતી. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ ને તેમના સાથીદારો અને અનુયાયીઓ ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા “

Check Also

11 6620 - જાણો કોણ છે એ પરાક્રમી યોધ્ધા જે કોઇ દિવસ હાર્યા નથી...

જાણો કોણ છે એ પરાક્રમી યોધ્ધા જે કોઇ દિવસ હાર્યા નથી…

જે વ્યક્તિએ તેની ઉંમરના 20મા વર્ષમાં પેશવાઈના સૂત્રો ધારણ કર્યા છે…તેના 40 વર્ષ સુધીના કાર્યકાળમાં …

You cannot copy content of this page