Guava - જામફળ એક ફાયદા અનેક જુઓ

જામફળ એક ફાયદા અનેક જુઓ

જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગમાં લાભ થઈ શકે છે.
CD 1494253404577 - જામફળ એક ફાયદા અનેક જુઓ

૧. જામફળમાં કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન બી1, બી2, બી3, બી5, બી6, બી9, વિટામિન સી, કે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે. આ સિવાય પણ જામફળ ખાવાના અઢળક લાભ છે.

૨. જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. આ તત્વો આપણાં શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

૩. જામફળમાં વિટામિન બી9 મળી આવે છે જે શરીરના ડીએનએ અને કોશિકાઓને સુધારવાનું કામ કરે છે. આ એક એવું ફળ છે જે પેટની સાથે જ તમારા દિલને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. 

૪. જામફળના 20-25 પાનને પાણીમાં ઉકાળીને પાન કાઢી લો. તે પાણીને ઠંડુ કરીને તેમાં ફટકડી મિક્સ કરો. આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો ઓછો થાય છે. જામફળમાંથી વિટામિન એ સારી માત્રામાં મળી રહે છે. જેથી આંખો માટે પણ જામફળનું સેવન લાભકારી કરે છે.

૫. પાકા જામફળનો 50 ગ્રામ પલ્પ, 10 ગ્રામ મધ સાથે ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધે છે. જામફળનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જો તમને વારંવાર શરદી-ખાંસીની સમસ્યા થાય છે તો જામફળ ખાવાથી એ દૂર થઇ જાય છે. જામફળમાં વિટામીન એ અને ઇ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે જ તમારી સ્કીન માટે લાભકારી છે. એનાથી આંખો, સ્કીન અને વાળને પોષણ મળે છે.

૬. જામફળ કેન્સર અને ટ્યૂમરને જોખમને પણ ઓછું કરે છે. એમાં લાઇકોપીન ફાઇટો ન્યૂટ્રિએટ્સ હોય છે જે કેન્સર અને ટ્યૂમરના ખતરાને દૂર કરે છે. આ ફળ તમારા શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. એવામાં ઠંડીમાં જામફળનું સેવન જરૂરથી કરવું જોઇએ. 

૭. સવાર-સાંજ એક જામફળ ભોજન પછી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સાથે જ ચિડચિડાપણું અને માનસિક તણાવ દૂર થાય છે.

૮. જામફળનો પલ્પ 10 ગ્રામ, મધ 5 ગ્રામ લઈને બરાબર મિક્ષ કરી લેવું. સવાર સાંજ તેને ખાલી પેટ ખાવાથી સૂકી ખાંસી મૂળથી સમાપ્ત થઈ જાય છે.

You cannot copy content of this page