વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આટકોટમાં ભાજપના નેતા ભરત બોઘરા દ્વારા બનાવવામાં આવેલી 40 કરોડના ખર્ચે નવનિર્મિત કે.ડી.પરેવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીએ નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ નિરીક્ષણ કર્યું હતું.
માતુશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની વડાપ્રધાન મુલાકાત લઈ રહ્યા છે, તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે.
તે ઉચ્ચ સ્તરના તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે.
બાદમાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં તેમણે એવું કોઈ કામ કર્યું નથી કે જેનાથી લોકોનું માથું શરમથી ઝુકી જાય, તેમણે ઉમેર્યું હતું કે, “અમે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાના ભારતનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો.” મોદીએ વધુમાં કહ્યું કે દેશે જોયું કે ગરીબોની સરકાર તેમને મજબૂત કરવા માટે કેવી રીતે કામ કરે છે અને તેમાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી.
આ પ્રસંગે ભારત બોઘરા દ્વારા વડાપ્રધાન મોદી ને ઇલેક્ટ્રિક આરતી નો મોમેન્ટો પણ ભેટ આપવામાં આવીયો અને પાઘડી પહેરાવી ને સ્વાગત કરાયું.

આટકોટમાં જવા માટે આસપાસના ગામડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના તાલે ગામડાના લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ આટકોટ પહોંચી રહ્યા હતા. વીરનગર ગામમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાનું ડીજેના તાલે અને 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ હતી.લોકો ડીજેના તાલ સાથે મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.